Wednesday, March 20, 2013

ફૂલોની બહાર જ છે !!!!!

ઊંડા ઝખ્મો ની છાપ છલકે છે ,
જિંદગીની કિતાબને પાને પાને ,
જે પાનું ખોલીને જોઉં ત્યાં
લોહીની ધાર ટપકી પડે છે ....
અને પછી જોઉં તો પાનું તો
કોરું ને કોરું જાણે કશું ય નહીં ...
એક આમંત્રણ આપી જાય ,
ફરી કલમના ઘસરકા માર મને ,
હું લાગણી બની લખાતું રહું ફરી ......
ઘવાતું રહું , રક્ત ટપકતું ભીનું ભીનું
અને એ ભીનાશથી તારી યાદોને
લાલ કસુંબલ ચુંદડી ઓઢાડી
આવ તને દુલ્હનના રૂપે  શણગારી દઉં ....
ક્યારેક ઝખ્મોની પણ મઝા છે ,
શું થયું કે જિંદગી ઉમર ભરની કોઈ સઝા છે ???
તારો સાથ જો મળી જાય મને
બસ જીવનમાં કાંટા ક્યાં ? ફૂલોની બહાર જ છે !!!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ