Saturday, March 16, 2013

આ ઘર થોડું જુનું થયું..

વર્તમાનના વાવાઝોડા થી ખરી પડે છે ,
આ ઘર થોડું જુનું થયું એટલે ઝરી પડે છે ,
ખમાતા નથી સમય ના હથોડા એનાથી ,
એટલે દીવાલો પરથી પોપડા ખરી પડે છે .....
નીચે થી ઉપસેલા જુના રંગ કોઈને ખટકી પડે છે ,
કોઈ પર જાણે  એમાં સ્મૃતિના રંગો વરસી પડે છે ,
એક છતની નીચે વસતા આ માનવોનું મન ,
આ રસ્તા પરથી જુદા જુદા જગતમાં સરી પડે છે .....
પેલા છાપરામાંથી ઝીણું શું છિદ્ર કૈક મૂકી જાય છે ,
સૂરજના કિરણો એમાંથી ઘરમાં સરી પડે છે ,
એક ટમ ટમ કરતો દીવો પણ આ અંધારા ઓરડે ,
અંધારા થયેલા મનના માળીયે જઈને રડી પડે છે .....
એ સુની ઓશરી ,એ સુના આંગણા કહે છે પરદેસીને ,
જો ધૂળ હઠાવી આંગણાની બેઘડી બેસી ને તો જો ,
તારા હ્રદયમાં ધરબી રાખેલી સ્મૃતિઓ ના પરદા
મનની બારી પરથી કેવા સરકી પડે છે !!!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ