Saturday, March 2, 2013

એક સહજ ઘટના છે

રંગીન પાણીમાં શ્વેત રંગનું ઓગળી જવું ,
એક સહજ ઘટના છે એટલી જ ,
જેટલી તારી તસ્વીરનું મારા દિલ માં સમાઈ જવું ....
ક્યારેય એકલતા નથી લગતી
એકલા સડક પર જતા જતા ,
તું જાણે મારી સાથે જ હોય છે ચાલતા ચાલતા ...
તું મારો હાથ પકડે છે ,
મને ધબ્બો મારે છે મસ્તી મસ્તી માં ,
મારી સાથે અઢળક વાતો નો ખજાનો પણ છે ,
તું બોલ્યા કરે છે ,હું સાંભળ્યા કરું છું ...
કોણ કહે છે સ્ત્રી મૂંગી નથી રહી શકતી ???
મારી આસ પાસ થી પગપાળા સરકી જતા ,
પેલા અસંખ્ય અજાણ ચેહરાઓનું ધ્યાન ,
આપણી વાતચીતના કોલાહલે
ક્યારેય ખેંચ્યું નથી ....
તેમણે ચમકીને ક્યારેય આપણી તરફ જોયું નથી ,
અરે એ તો ફક્ત મારી નઝરો જ જોઈ શકી છે ,
મારી સાથે ચાલતા તને પણ કોઈએ જોયો નથી .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ