Tuesday, January 22, 2013

યાદ નામનું એક શહેર છે ......!!!!!!!!!!


યાદ નામનું એક શહેર છે ......
એ શહેરનું નામ એના એક પ્રસિદ્ધ મેળા પરથી પડ્યું છે ...!!!
યાદોનો મેળો ....મનમાં ભરાય ત્યારે 
આ શહેર હરિયાળું લાગે ...ક્યારેક એ આંસુથી નહાતું લાગે !!!!
એ આંસુ ખુશીના વાદળમાંથી વરસેલા ઝાકળ બિંદુ હોય 
કે પછી ...
એ કોઈની યાદોને આંખના ઝરુખે વહાવતા હોય !!!!
એ મેળામાં કેટકેટલી દુકાનો હોય નહીં ???
એમાં ચકલી પોપટ ના રમકડા હોય 
ને બોલતી ગાય પણ હોય , ભવિષ્ય કહેતો પોપટ પણ હોય !!!!
એમ રૂપકડી બંગડીઓની દુકાનો પણ હોય ,
અને ચીપિયા સાણસી તવાની હાટડી પણ હોય ને !!!
એમાં ઉંચે નીચે જતી ચકડોળો પણ હોય !!!
અને છુંદણા ત્રોફાવતી કોડીલી કન્યા પણ હોય !!!
મનના માણીગરને શોધતી બાવરી આંખો પણ હોય !!!
અને દૂર દૂર કોઈને હથેળીનું આંખ પર છાપરું બાંધી 
જોયા કરતી આંખો પણ હોય !!!!
અમે અહીં જ પહેલી વાર મળેલા ,
અમે છેલ્લી વાર અહીં જ મળેલા ....
બસ એવી કૈક યાદોની દાસ્તાનોનું હાટડી માંડીને 
ભરાય છે એક મેળો  યાદ નામના એક શહેરમાં ....
રાત્રે -દિવસે વણ બોલાવ્યે આવી જતા ગમતીલા મહેમાનને 
સત્કારતો એ મેળો  યાદ શહેરનો !!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ