Monday, January 21, 2013

ગીત જેવી વાણી !!!!!

શબ્દોને સજા થઇ હતી મૌન રહેવાની કેદની ,
બસ હોઠના પીંજરાની સળિયા પકડી
દૂર દૂર મુક્ત આકાશની ઝંખનાને
રોજ પાળી પર બેઠેલા પંખીની પાંખમાં જોતા .........
શબ્દોને મૌન રાખવું પડ્યું છે ,
ખબર નહીં એ મજબૂરી છે કે મનસુફી ...
અને વાણીનો ઠાલો ઠાલો અવાજ પણ બંધ ,
શબ્દ વગર સંગીત વગરના ગીત જેવી લાગે ,
કૈક ઊંધું લાગી નહીં ???
શબ્દ વગર સંગીત વગરના ગીત જેવી વાણી !!!!!
પણ એ મૌનનું સામ્રાજ્ય ,એકાંતનું સાયુજ્ય ,
પોતાની સાથે ઓળખાણનો અઢળક અનુભવ ,
લાગે છે કે એ કેદ લાગતા  દિવસોએ
મુક્તિના સાત ગગન ખુલ્લા મૂકી દીધા હતા ,
બસ પરદાની આડશ ઉડી જાય
એટલી પવન ની ગતિ નહીં હોય !!!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ