ઠંડી ઠંડી સવારમાં
હૂંફાળી રજાઈની આગોશમાં
સમાતી એક ઊંઘથી ઘેરાયેલા પોપચા પર
આવીને સૂરજ
ક્ષિતિજથી બે ફૂટ નીચે બેસીને બાંગ પુકારે છે ,
કૂકડાનો સ્વર બનીને ,
તોય આંખ ખુલવાની ના પાડી દે છે .....
ત્યારે આકાશની લાલ લાલ ઘૂમ આંખો જોઈ છે ????
પછી હળવેક રહીને
હું અને સૂરજ બેઉ ઉગીએ છીએ ,
એકબીજાની આંખોમાં આંખ નાખીને
હસી પડીએ છીએ ....
સૂરજના ચેહરા પર તેજસ્વી હાસ્ય
લાલ થી ગુલાબી
ગુલાબીથી કેસરી
કેસરી થી પીળાશ
અને પછી સોનેરીથી તેજીલું બની મલકાય છે ...
અને પછી અમે આંખ ફેરવી લઈએ છીએ ....
હૂંફાળી રજાઈની આગોશમાં
સમાતી એક ઊંઘથી ઘેરાયેલા પોપચા પર
આવીને સૂરજ
ક્ષિતિજથી બે ફૂટ નીચે બેસીને બાંગ પુકારે છે ,
કૂકડાનો સ્વર બનીને ,
તોય આંખ ખુલવાની ના પાડી દે છે .....
ત્યારે આકાશની લાલ લાલ ઘૂમ આંખો જોઈ છે ????
પછી હળવેક રહીને
હું અને સૂરજ બેઉ ઉગીએ છીએ ,
એકબીજાની આંખોમાં આંખ નાખીને
હસી પડીએ છીએ ....
સૂરજના ચેહરા પર તેજસ્વી હાસ્ય
લાલ થી ગુલાબી
ગુલાબીથી કેસરી
કેસરી થી પીળાશ
અને પછી સોનેરીથી તેજીલું બની મલકાય છે ...
અને પછી અમે આંખ ફેરવી લઈએ છીએ ....
No comments:
Post a Comment