Saturday, December 8, 2012

સંપૂર્ણ થયા ...નહીં !!!!!!!

તું અને હું દૂર હતા ત્યારે કેટલા શ્વાસ લીધા તારી યાદના ,
કેટલી વાર ઉચ્છવાસમાં મારા સંદેશ વહ્યા .....
બસ તારા વિરહનો વંટોળ મને ઉડાડીને
તારી પાસે લાવતો રહ્યો લાવતો રહ્યો ............
====================================================
ક્યારેક આંખો કહે છે કશુક ખામોશીના કાજળથી લખેલું ,
બસ એક ટીપું તારી યાદમાં વહેલું યાદની  ગઝલ ગાલ પર લખી જાય છે .....
====================================================
તું અને હું ક્યારે મળ્યા હતા એની ખબર નથી ,
બસ કેમ મળ્યા છીએ એનું કારણ પણ જાણવું નથી ,
એક અધુરપ હતી મારી એક અધુરપ તારી ,
અને મળ્યા ત્યારે આપણે સંપૂર્ણ થયા ...નહીં !!!!!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ