Sunday, November 25, 2012

મને શોધવું ના પડ્યું ...

મને ઝરણાની સંગ વહેવું ગમે છે ,
પણ તીણા પથ્થરની અણી પાનીમાં ભોંકાય છે .....
મને હિમકણની વર્ષામાં નહાવું ગમે છે ,
પણ એક હિમકણ મને દઝાડે છે ઠંડી અગનમાં ....
મને રેતીના રણમાં ઉઘાડે પગે રમવું ગમે છે રાતમાં ,
એ રેતીના કણ થીજવી દે છે લોહી મારા પગમાં .....
પાણીનો ઘા ,હિમકણની આગ ,રેતીની ઠંડક ...
આ બધું મને શોધવું ના પડ્યું ...
એ મને સમજી ગયું અને હું એમને ...
સત્ય લાધી ગયું ,જીવન સમજી લીધું મેં ....
બસ સંપૂર્ણતા થી પામો તો સમજાય છે ,
દરેક જીવનમાં એક સુખ દુઃખની છાંય છે .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ