Thursday, November 22, 2012

રેતીનું બનાવેલું ઘર .....

બસ એક કિનારા પર રેતીનું બનાવેલું ઘર ,
એના પર ખોસેલી એક સલેખડી ...અને ધજા ..
પતંગ ફાડીને રોપી .....
કેટલા સપના હતા એમાં ,
પણ તોય કોઈ અપેક્ષા વગરનું
તોય કેટલી ખુશીની રેખાઓ મૂકી જતું !!!
રેતીનું બનાવેલું ઘર .....
એમાં ખુશીઓ કણ કણમાં વસે ,
ભેગી રહે તોય એક નિસ્પૃહીની જેમ
એકમેક થી સાવ અલગ ....
સાથે રહીને અસ્તિત્વ જાળવે ...
એટલે જ જયારે વહાવી જાય દરિયાનું મોજું એને ,
ત્યારેય ફરી કિનારે સુઈ જાય અને સુસ્તાયા કરે ....
બસ આટલું હું પણ ના કરી શકું ????
કિનારાની રેતીનો કણ ના બની શકું ???????
એક ઘર સ્પૃહા વગરનું છતાય ખુશીથી ભર્યું ભર્યું !!!!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ