Tuesday, November 20, 2012

ઓગળતી આતિશ

કણ  કણમાં ઓગળતી આતિશ ,
અને બરફના એ કણે  આગની જેમ દઝાડી ......
એ આગનો દરિયો હતો ,
એની જ્વાળાના એક સ્પર્શે ,
અપાર ઠંડકનો એહસાસ કરાવ્યો .....
એક ખયાલ હતો એ ,
એક સ્વપ્ન હતું શું ???
કોઈ પારકું મોતી જડેલું ???
કે કૈક ગુમાવેલું જણસ મળેલું ???
તારી એ મુલાકાત પહેલી ,
કૈક કેટલાક નિશાન મૂકીને ગઈ છે હમણાં જ ....
અને સરકતા પાલવને પકડવા જતા જ ,
જાણે રેતીના કણ બનીને વિખરાઈ ગયો ......
બસ હવે તો નિરભ્ર આકાશની ચાદર ઓઢીને ,
આકાશની ભૂલભુલૈયામાં શોધતા રહીએ
એક બીજાને!!!!!!!! એક બીજાને ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ