Wednesday, October 31, 2012

મને ગુનેગાર ગણી રહ્યા ......

જીવતા ના આવડ્યું મને દુનિયાદારીથી ,
ફિકર નથી મને કાંધ મળશે કે નહીં ...
નથી માનતા કોઈ વફાદાર મને ,
બસ એટલો જ કસુર છે મારો કે ....
હું ખુદને મનને આત્માને પરમાત્માને વફાદાર રહ્યો ......
કૈક કાલિખ લગાડતા રહ્યા મને
આવતા જતા લોકો મારા ચેહરા પર ,
પણ કોઈ મારા શ્વેત આત્માને સ્પર્શી ના શક્યા ,
બસ એટલે જ હું શાંત અને એ પરેશાન રહ્યા .....
પોતાની રાહે ચાલ્યા જવું
એ તો ગુનો નથી ગણાયો જગતનો ,
પણ તેમની સાથે ના રહેવાને લીધે
લોકો મને ગુનેગાર ગણી રહ્યા ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ