Sunday, October 28, 2012

એક શરદની ધ્રુજતી સવાર ઉઠે છે ........

જિંદગીનો એક કોરો કાગળ
ઉડે છે આકાશમાં વાદળ બની ,
ઝાકળની ભીનાશ છે એ
સૂરજનો તડકો બની .....
એ કાગળ પર નથી કોઈનું
નામ કે નથી સરનામું ....
બસ એને આવે રાસ એ હશે
પતંગિયું નાનું ....
પતંગિયાની છબી ઝીલીને
ઉડે છે ઉંચે આકાશે ....
કાગળ એનો ફોટો પાડી
મૂકી આવશે ચાંદની તાસકે ......
કોરો કાગળ હસી ઉઠે છે ,
પતંગિયું નાચી ઉઠે છે .....
કલબલ કલબલ કરતી સવાર
આકાશમાં લાલ રંગોળી પૂરે છે .....
એક ફૂલ શરમાતું શરમાતું
ખોલે છે એની પાંખડીઓ
ત્યારે લાગે છે મને કે
હા ......
એક શરદની ધ્રુજતી સવાર ઉઠે છે ........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ