Friday, October 26, 2012

એણે પણ મોકો જોઇને

ખંજરથી પણ કાતિલ વાણીની ધાર છે ,
લોહીનું ટીપું પડ્યા વગર દિલ તોડતી કટાર છે ....
સ્મિત જોઈ ના સમજતા મિજાજ સારો છે ,
કદાચ એક મોટા ગમને ભૂલવાનો એક તકાદો છે .......
જમાનો ખુબ સારો છે કે ખરાબ એ તો સમજાયું નહીં ,
એક પળમાં જે લાગ્યો હતો પ્યારો મને ,
આજે એ જ માનવી ખૂનના મારો પ્યાસો છે !!!!
વિચાર બદલાય છે કે વ્યવહાર
એ સમયના વહેણ સમજાવી શક્યા નથી ,
કાલે હતો જે દાનો દુશ્મન
એ ક્યારે દોસ્ત થઇ જાય છે .....!!!???
બસ એક જ ભૂલ હતી મારી ,
મેં એનો વિશ્વાસ કર્યો ,
અને એણે  પણ મોકો જોઇને
મારા દિલ પર વાર કર્યો .....
શરીરના ઘા હોત તો ઘણું સારું હતું ,
દિલ પર મુકેલા ઝખમોના
તો મરતા સુધી ડાઘ રહી જાય છે .............

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ