Saturday, October 13, 2012

ગુજરાત ઘેલું ઘેલું થશે

નવલી નોરતા દે છે દસ્તક ....
ચણીયા ચોળીને ઓઢણી પહેરી
મલકશે માઝમ રાત ...
સૂર વાંસળીના ગુંજશે
અને ઢોલ ઢબૂકે  અજવાળી રાતો માં ...
ઉજાગરાનું કાજળ અંજાશે આંખોમાં ,
અને ઝાંઝર ઝમકીને જગાડશે
ગરબાના ગુંજનમાં ...
ગુજરાત ઘેલું ઘેલું થશે
યૌવનના ખુમારમાં ...
નજરોના ઉલાળામાં ...
કાજળ રંગ્યા આંખોના બાણમાં ...
સતરંગી કમખાની ભાતોમાં ...
દુહા છંદ અને પ્રાચીન અર્વાચીન
ગરબાથી હલકતા કંઠોના અવાજોમાં ...
અજવાળી રાતોમાં નવદુર્ગાની ભક્તિમાં
 નવરંગ ચૂંદડીમાં ચળકતા આભલાને ટીલ્ડાના ચમકારમાં .....
કસુંબીનો રંગ ચડશે હવે છબીલા છોગાળા
યુવાનના દાંડિયાના રાસમાં ....
નવલી નોરતાની રાતોમાં ...
શક્તિની ઉપાસનામાં ....


No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ