Saturday, September 22, 2012

એક વેંતને છેટે !!!

એક પગલામાં સમાવીને જગત
કોઈ ક્યાં ચાલી નીકળે છે દૂર ???
બસ એ પગલામાં બીજા પગલા
ભળતા જાય છે નિરંતર ...
પહેલું પગલું શોધે છે પોતાનું નિશાન ???
ક્યાં છે ક્યાં છે એ કોરી રેતી પર છાપ ????
બસ આ રીતે જ જીવનની પહેલી ક્ષણ
પર રચાતી જાય છે ઈમારત આ જીવનની ,
નિરંતર નિરંતર નિરંતર
પણ આકાશને અડી નથી શકતી ક્યારેય !!!!
બસ એ અધુરપ ભરી લેવાની અભીપ્સા ,
એટલે જીવન જીવવાનો એક મકસદ ...હેતુ ...
ચલ ચાલી જઈએ હવે તો
આકાશ ઢુંકડું જ છે ને !!!
એક વેંતને છેટે !!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ