Monday, October 1, 2012

પગલાની ભાત પાડીએ ...

ચલ આજે ભીની રેતી પર
પગલાની ભાત પાડીએ ...
થોડા થોડા તેને વજનથી ઊંડા કરી દઈએ ,
પછી એમાં સમુદ્રનું પાણી ભરીએ ...
એક કાગળના બે ટુકડા કરીએ ,
બેઉ પોતાની નાવ બનાવીને એ  પગલામાં મુકીએ .....
પછી સમુદ્રનું મોજું આવશે દોડતું ,
એ નાવમાં બેઠેલા બે સપનાઓને તેડી ,
ખડક પર બેસાડી દેશે ...
સૂર્યાસ્તના રંગો ભરેલા આકાશે ,
આપણે એક મેકની આંખોમાં ,
સપનાના છીપલાં વીણીશું .....
એ છીપલાં ખીસામાં ભરીને
એક મેકનો હાથ ઝાલીને દોડતા દોડતા ,
ઘેર જઈએ અને પછી ચાનકી રોટલાની
માથે લસણની ચટણી મૂકી એક મેકને ખવડાવી દઈએ ...
ચલ હવે તારી સાયકલ પર બેસી સ્કુલે જઈએ ...
ઘરકામ કર્યું નથી ,
જીવણ  માસ્તર હાથ પર ફૂટ પટ્ટી મારી કાઢી મુકશે ,
પછી  નાથુજીની  આંબાવાડી માં કાચી કેરી
તોડવાનો પ્રોગ્રામ પાક્કો હો !!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ