Tuesday, September 18, 2012

સરહદ તોડીને ...

કાગળ પર લપસી પડે છે શબ્દો ,
અને ઘસરકા બની જાય છે ...
આડા અવળા લીટા બની જાય છે ,
ભુલભુલામણી પણ કોણ જાણે  છે ???
કોણ જાણે કે એમાં શબ્દો સંતાયા છે !!!!!!
કશું કહેવા જતા શબ્દો આવીને ઉભા રહે છે ,
હોઠોના દરવાજા પર ચુપચાપ ,
અને સ્મિત પહેરેદાર બની
એમનો રસ્તો રોકીને ઉભું રહી જાય છે .....
અને એક એહસાસ સંતાઈ જાય છે ...
ક્યાં સુધી રાહ જોવી એ ગૂંચળાની જાળમાંથી
શબ્દો શોધ્યા કરવાની ????
ક્યાં સુધી સ્મિતનો પહેરો શબ્દો ન તોડી શકે ????
આ બધું થઇ જાય છે ત્યાં સુધીમાં તો
એક શહેરની સરહદ પાર કરી કોઈક
પ્રવેશી જાય છે બીજા શહેરની સરહદમાં ...
સરહદ પર ઉભેલા બે જણ ...!!!
કાંટાળી વાડની સામે ઉભા રહી ને ,
બે હાથોને  સ્પર્શી રહે છે ...
સરહદ તોડીને ...
આ સરહદ પહેલા તોડી હોત તો ???!!!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ