Wednesday, September 12, 2012

ચેક અને મેટ .....

જીવનની શતરંજની બિસાત પર
કાળા ધોળા ચોરસના ચોસઠ ખાના ...
એક તરફ સફેદ રંગની સેના અને રાજા ,
બીજી તરફ કાળા રંગની સેના અને રાજા ...
ધોળા હોવાનો  એક અદભૂત લાભ ,
પહેલી ચાલ પર તમારો હાથ .....
બસ નીચું જોઇને ચાલ વિચારતા રહો ,
એક બીજાના પ્યાદાને દેશનિકાલ કરતા રહો ...
એક રાજાને બચાવવા સારું
આખી સેનાનું બલિદાન આપતા રહો ......
ચેક  અને મેટ .....
કલાકો રમાતી રમત આ દિમાગનો ખેલ છે ,
એક બોર્ડ પર રમાતો પ્રતિષ્ઠાનો મેલ છે .....
એક નઝર ઉઠાવી જુઓ તો જીવન એક છે ,
અને આજુ બાજુ પથરાયેલો કુદરતનો ખેલ છે .....
કયું જીવન સાચું , એ પ્યાદાઓની સાઠમારી ???
કે પછી મહાત થાય એની આગળ દુનિયા હારી >>>>>

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ