Friday, September 7, 2012

એક અભિસારિકા બનીને .....

જા કલમ આજે તારી કિટ્ટા ,
કાગળની સાથે અબોલા છે મારા
શબ્દો સંતાઈ જશો તમે તો પણ
હું તમને શોધવા નહીં આવું જાઓ ...
મારા ચિત્તને ઘેરી વળો છો ,
કલ્પનાની પાંખો પર બેસાડો છો
અને પછી હકીકતની  ધરતી પર
પછાડીને જતા રહો છો ...
હું તડપું છું ,કાકલુદી કરું છું ,
પણ મારા દિમાગમાં વલોણું ચલાવ્યા કરો છો !!!!!
કૈક ઓછા પાછા સંબધો ફરી જગાડો છો ,
ખોટી આશાઓ આપી નિરાશ કરી દો  છો !!!!
જાવ મારે પણ તમારી જેમ સંતાઈ જવું છે ,
મને તમારી જરૂર છે હરહમેશ ,
પણ તમને મારી જરૂર છે કે નહીં એ જોવું છે !!!!!
મને મનાવશો તો માની જઈશ એ નથી ખબર ,
પણ તમારા વગરનું જીવન મને સુકા રણ જેવું ભાસે
એ વાત તો નક્કી છે ....
તમે નહિ આવો તો પણ હું તમારી રાહ જોઇશ ,
એ પારિજાતકનું ફૂલ બની
એક અભિસારિકા બનીને .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ