Thursday, August 23, 2012

એ આંગણું...

ગાર માટી અને છાણથી લીપેલું એ  આંગણું ,
એમાં પડેલા એક સરખા ચાસ ,
અને એમાંથી ઉઠતી એક ખાસ સુગંધ ,
ખૂણામાં લીપેલો માટીનો ચૂલો ,
એમાં તાજા હોલવાયેલા લાકડામાંથી
ઝરતી રાખ ,અને શીકે મુકેલા બે રોટલા ,
માં હજી બહાર વલોણું કરે છે ,
તાઝું માખણ એ તાંબાની તાંસળીમાં ભરે છે ....
આંગણે બાંધેલી ગાયની વાછરડી ભાંભરે છે ,
એને ઝટપટ લીલું ઘાસ નીરીને
માં પાછી વળે છે .....
અને કાથાની ખાટલીમાં પાથરે છે ચાકળો ....
પેલું ખીંટીથી ફાનસ ઉતારી
એની વાટ સંકોરે છે ઝીણી ઝીણી ...
એનો કાચ લુછી એને ધીરેથી પેટાવે છે ....
ધરતી પર અંધારું વેરતી રાત ઉતરતી આવે છે ....
ત્યારે મારી માંનું ફાનસ
ઉજાસની પીળી ચાદર પાથરે છે .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ