Saturday, August 25, 2012

રમી લઈએ સંતાકુકડી ...

સૂરજનો કોઈ દોસ્ત નથી હજી
એની આગનો હાથ ઝાલવાની
ક્ષમતા નથી કોઈની હજી ...
રાત હજી પણ એકલી અટૂલી ફરે છે
અંધકારનો ડર  હજી બધાને એટલો જ લાગે છે ..
ચાંદો હજી પણ એકલો જ ફરે છે રાતમાં
ડાઘ સાથે જીવતા સૌને બીક લાગે છે ...
ઘટતા રહેવું વધતા રહેવું છતાય હસતા રહેવું
એ હજી કોઈની તાકાત નથી ....
દિવસ તો જુઓ ..
ભીડમાં પણ એકલો એકલો ભટક્યા કરે છે
એની સાથે બે કદમ ચાલવાની
કોઈને પણ હજી ફુરસત મળી નથી ...
આપણે આ બધા સાથે ચાલ્યા કરીએ
પણ એમની વેદના જાણવાની કોઈને તમા નથી ...
આઓ આજે એમનો હાથ પકડીએ
ચાંદાને લારી પર જઈને ચા પીવડાવીએ
સૂરજ ને બરફનો ગોળો ખવડાવીએ
રાત સાથે રમી લઈએ સંતાકુકડી
દિવસને ખોળામાં સુવડાવી દઈએ .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ