Saturday, August 18, 2012

શું કરવું ???

સપનાનો કાગળ કાલે નીકળ્યો
ટેબલના એક ખાનામાંથી ...
ખાનું સાફ કરવું હતું
થોડી જગ્યા કરવા માટે....
રંગો હજી તાજા હતા ,રેખાઓ તરડાયેલી ,
કાગળની ગડીમાંથી તિરાડો પહોળી થતી હતી ,
તોય કાગળ
પોતાનું અસ્તિત્વ ટકાવવા ઝઝુમતો હતો ...
અક્ષરો ઓળખાણ હતી એ વ્યક્તિની
જેને લાગણીઓને ખડિયા થી કલમ
અને કલમથી કાગળની સફર કરાવી હતી ....
એ અક્ષરો અત્યારે એની તસ્વીર બની ગયા હતા ...
એમને આ ટેબલના ખાનાની કેદ માટે કોઈ ફરિયાદ ક્યાં હતી ,
અને મને એના અસ્તિત્વની યાદ ક્યાં હતી ....
આજે લાગ્યું કે કબર ખોદતા
જાણે એક હાડપિંજર નીકળ્યું એક સંબંધનું ....
પણ એ સંબંધ સાચુકલો હતો ....
એને મજબૂરીને નામે દફનાવી દીધો હતો
પણ એ રાખમાં ચિનગારી બની સળગતો રહ્યો ...
શું કરવું ???
એને ફેંકી દઉં ફાડીને ???
કે પાછો ખાનામાં મૂકી દઉં ????
પણ હવે ફીનીક્સની જેમ ઉભી થયેલી પેલી યાદ નું શું ????

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ