Tuesday, August 14, 2012

ઉત્સવ ઉજવાઈ જાય

આ પાણીના ટીપા ટપ ટપ  મારા ઘરને છાપરે બેસી
ગીતો ગાતા જાય ગીતો ગાતા જાય ....
એના પર તો વીજળી બાઈ ફોટો પડાવવા
ઠુમકા મારતા જાય ઠુમકા મારતા જાય ...
પવન ભાઈ તો ખુશ થઇ જાય અને
આમતેમ દોડતા જાય આમતેમ દોડતા જાય .....
નાની બારીમાં બેસી ને એક નાના બાબા ભાઈ
ખીલ ખીલ હસતા જાય ખીલ ખીલ હસતા જાય ....
બબલી બહેન તો છત્રી ઓઢી
બહાર ફરવા જાય બહાર ફરવા જાય ...
પાણીના ખાબોચિયામાં કુદતા કુદતા
 છબ છબ કરતા જાય છબ છબ કરતા જાય ...
છત્રી બેન તો આમ તેમ ડોલે
બબલી ખીજાઈ જાય બબલી ખીજાઈ જાય ...
કાગળની હોડી માં બેસી રડતા રડતા
એતો રડતા જાય એતો રિસાઈ જાય ......
ફરાક પર તો છાંટા ઉડે ને
બબલી ગભરાઈ જાય બબલી સંતાઈ જાય ....
મમ્મી તો ત્યાં છાનામાના જોતા બધું
એ બબલી પાસે જાય બબલી પાસે જાય ....
એ બબલીનેઆંગળી પકડી
બહાર ફરવા લઇ જાય બહાર ફરવા લઇ જાય ....
વરસાદ તો હસી પડે ને બબલી કુદતી જાય ...
આમ વરસાદમાં નહાવાનો
ઉત્સવ ઉજવાઈ જાય ઉત્સવ પૂરો થાય .....

Post a Comment

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ