Monday, July 30, 2012

એ માત્ર હું જાણું છું .....તું નહીં ...

એ મને મળતી નથી ,
એની ઝલક પણ ખુલી બારીમાં મળતી નથી ,
 એ છે કે નહીં એને પૂછવા માટે
કોને મળું એ વિચારું છું અને એ દેખાય છે ....
મારી આંખોમાં એ સવાલ વાંચીને કહે છે ,
તારા વગર જીવવાની કોશિશ કરું છું .....
તારી સાથે વિતાવેલ તમામ ક્ષણોને
ખૂણે ખાંચરે થી શોધીને એક તાંતણે  પરોવવાની છે ...
એ માળા મારે સંદુકમાં સંતાડવાની છે ....
કેમ કે તારા વિરહની પ્રત્યેક ક્ષણ નજીક આવી રહી છે ,
તને એ ખબર ના પણ હોય
પણ એ હું જાણું છું ..
એટલે તો કહું છું કે
તારા વગર જીવવાની કોશિશ કરું છું .........
એ કહીને જતી રહી ...
પણ એને એ નથી ખબર તારી યાદોને સહારે
એક જિંદગી જીવી શકું છું હું ....
તારી પ્રતીક્ષામાં બેસીને તને ચાહી શકું છું હું ....
મૃત્યુ તારા દેહ થી જુદા કરી શકે એ ખબર છે ,
પણ મારી સ્મૃતિઓના કમાડની ચાવી
ફેંકી દીધી છે મેં તોડીને ...
એ માત્ર હું જાણું છું .....તું નહીં ...

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ