Wednesday, July 25, 2012

બસ એમ જ વિચાર આવ્યો કે

બસ એમ જ વિચાર આવ્યો કે ,
શું સૂરજ દાઝતો નહીં હોય પોતાની આગથી ,
શું તેને પણ ક્યારેક અંધારાની ઝંખના નહીં થઇ હોય ???
એને વરસાદ કે વૃક્ષના છાંયડામાં નહીં બેસવું હોય ???
શું એને ગોગલ્સ પહેરીને એ સીમાં નહીં બેસવું હોય ???
શું ચંદ્ર પોતાની ચાંદનીથી ઠરી નહીં જતો હોય ???
શું એને સૂર્ય પ્રકાશમાં થોડું ગરમાવું નહીં ગમતું હોય ???
તેને સૂરજ  સાથે બે કદમ ચાલવાની ઈચ્છા નહીં હોય ???
શું તારાઓની ભુલભુલામણીમાં ગુમ નહીં થઇ જતો હોય ???
શું બોઝિલ રાતોનો અંધકાર તેને કોઈ દિવસ ગૂંગળાવી નહીં દેતો હોય ???
શું રાત્રીને દિવસ જોવાનું શમણું નહીં હોય ???
શું રાત્રીને દિવસના કોલાહલનો કલરવથી પ્રેમ ના થઇ શકે ???
શું રાત્રીને એકાંતથી અબખો નહીં આવતો હોય ???
શું રાત્રીને પોતાના અવિરત ઉજાગરાથી ત્રાસ નહીં થતો હોય ???
શું રાત્રીને નિદ્રાની અને કાળા પડછાયાની બીક નહીં લાગતી હોય ???
એમની આ છુપી ઝંખનાને લખી જણાવવાનું એક આમંત્રણ છે ..
મને કહી જજો બસ કાનમાં હું ત્રણેય ની દોસ્ત છું ...
તમારો સંદેશ આપી દઈશ ...
અને અરમાનની પૂર્ણતાની એક કોશિશ હું પણ કરી જોઇશ ...!!!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ