Sunday, July 22, 2012

માણસ માણસથી કપાય છે ...

માણસ માણસથી કપાઈ જાય છે ,
ભીડ દેખાય છે ખુબ મોટી
પણ વ્યક્તિ એકલો જ રહી જાય છે ,
દુનિયાનો મેળો આમ મેળ વગરનો થઇ જાય છે .....
કાચી કાચી લાગણીઓ અકાળે સુકાઈ જાય છે ,
પ્રેમનું મૃગજળ એના શમણાઓ તોડી જાય છે ....
ભીડ માં માણસ  કોઈને મળવા ભાગતો હોય એમ ભલે દેખાય
એ તો કોઇથી મોઢું સંતાડવા બીજાની ઓથે સંતાય છે ...
માણસ  માણસ થી કપાય છે .....
તરણું ઝાલીને એને સમુંદર તરવો છે ,
સંબંધોના જહાજમાં એણે છિદ્રો કર્યા ઘણા ,
એ છિદ્રો મહી એને સમુદ્ર ડૂબતો દેખાય છે ,
તરણા ઓથે છુપાવાની કોશિશમાં સલામતી દેખાય છે ....
માણસ માણસથી કપાય છે ...

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ