Tuesday, July 17, 2012

અંતરની અમીરાત...

અંતરની અમીરાત પાછી આપી જા મને ,
મારા મનની ગલીઓ બહુ સાંકડી થઇ ગયી છે ....
એક વ્યક્તિ પણ મારી સાથે ચાલી ના શકે દસ કદમ ,
એમાં એટલી ભીડ થઇ ગયી છે .......
નાનકડા દિલમાં કેટલી બધી જગ્યા હતી ત્યારે !!??
બહુ બધા લોકો
લખોટી ,ભમરડા , કુકા અને દોરડા સાથે સમાઈ જતા'તા ....
હવે તો શેરબજારની બહાર પર સોદો કરે છે જિંદગી ,
માણસના રૂપિયા જોઇને એના ભાવ તાલ નક્કી કરે છે જિંદગી .....
આજે જીગરી છે એ કાલે જોવો નથી ગમતો એને ,
રૂપિયા સાથે સંબંધો પણ ધોતી જાય છે જિંદગી .....
ભીડ બહુ છે પણ માણસ તો એકલો જ હોય છે ,
પળે  પળે  સંબંધોના સમીકરણો બદલાતી જાય છે જિંદગી ....
બસ ત્યારે એક હાથ યાદ આવી જાય છે આ ભીડના એકાંતમાં ,
એ હાથ જેને પકડીને રોજ સ્કુલે જતા હતા .....
એ હાથ પણ મળી આવશે સૌને ,
બસ સ્વાર્થના મેલને બાળપણની નિર્દોષતાના પાવડરથી
જયારે ધોઈ નાખશે જિંદગી ..........!!!!!
આજે પણ નિયમ પ્રકૃતિના બદલાયા નથી ,
જેના મૂળ છે મજબુત અને ઊંડા ...
એ વૃક્ષ ઝંઝાવાતોમાં ય અડીખમ ઉભા રહે છે ....
પોતે તો તૂટતા નથી પણ બીજાને આશ્રય આપતા જાય છે ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ