Thursday, July 12, 2012

નથી સુકાવું ફરી ...

અટકચાળા સૂરજના કિરણો વાદળાની ચારણીમાંથી
ચળાઈ ને આવે ત્યારે વરસાદથી ભીંજાયેલી
ધરતી પોતાની ઓઢણીને વ્યર્થ સુકવવાની કોશિશ કરે છે ,
મન તો ભીંજાયેલું જ રહે છે અને
અને ...
એક ભીનું ભીનું પલળેલું આ બાવરું મન ...
આકાશને તાકતા પેલા કાળા વાદળને શોધતું ....
હજીય પ્રતીક્ષા એને ભીંજાવાની
નથી સુકાવું ફરી ...
નથી દાઝવું એ સળગતા સૂર્યથી ....
ચાલો એને મોકલી દઈએ મોસાળ ...
અને વાદળ સાથે રમી લઈએ સંતાકુકડી ....
આકાશે થી વેરાયેલા મોતીને ખોબલે ભરી ભરીને
ચેહરાને હાસ્યથી શણગારી લઈએ ....
એ હાસ્યના ખાબોચિયામાં આજે
મનની કાગળની નાવને તરાવી લઈએ ...
ચલ મન આજે આ વાદળોને પણ
એક હસતું આલિંગન આપીને ભીંજવી દઈએ ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ