Saturday, July 7, 2012

ગભરાઉં છું ...

મનમાં સંતાયેલી અફાટ સમુદ્ર જેવી લાગણીઓના
સ્ફોટથી ગભરાઉં છું ...
ભીડમાં ચાલતા ચાલતા ખોવાઈ જવાથી
ગભરાઉં છું ....
એકલતાની પીડાને કોઈ સાથે વહેંચી લેતા
ગભરાઉં છું ....
મારા ભીતરને કોઈ વાંચી લેશે તો
ઓળખાવાથી ગભરાઉં છું ....
ખાલી ઘરની રહેવાસી પેલી ગરોળીથી
ગભરાઉં છું ...
બહુ પીડા આપતા રહ્યા છે મને મારા સ્વજનો જ
એટલે હવે કોઈને પોતાના કહેવાથી
ગભરાઉં છું .....
મંઝીલ તો સામે દેખાયા કરે છે
પણ ટોચે પહોંચીને ઉતરવું પડશે મારે
એ વિચારે ગભરાઉં છું .......
હવે આયનો જોવાનો પણ છોડી દીધો છે મેં
એ મને મારું ઝંખવાતું પ્રતિબિંબ દેખાડીને
ધૂંધળી થતી જવાની દેખાડે છે ...
એ અંધાપાથી ગભરાઉં છું ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ