Saturday, June 30, 2012

હજી પાનખર સ્પર્શી નથી ......

મારા દિલને ઝખ્મોથી ભરી દીધું ,
આંસુઓને ઘોળી લોહીમાં એને હરિયાળું કરી દીધું ,
તમારા ગુલદસ્તામાં સજાવેલા ફૂલોને
સીંચ્યા હતા તમે આ લોહી થી ,
એ ભૂલી મુરજાયેલા ફૂલને બારી બહાર ફેંકી દીધું .......
બેવફા કહીને તમને મારે શું કરવું ???
મારા પ્રેમનું અપમાન એ તો મારી ફિતરતમાં નથી ,
તમારા એ કાચના ગુલદાનમાં
મને એક દિવસના સહેવાસમાં એ સમજાઈ ગયું .....
મારા સુકાયેલી પાંદડીને  હજી પાનખર સ્પર્શી નથી ,
તમને પ્રેમ કર્યો છે મેં દિલ થી ,
એ દુનિયાના હવાઓમાં ખુશ્બુની તાઝગીથી લખાઈ ગયું .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ