Thursday, June 28, 2012

એક કાવ્ય જીવી લઈએ છીએ .........

સમયને ખીંટી પર ટાંગીને બે કાંટાઓ ફર્યા કરે છે ,
મારા ભૂતકાળને એ કાગળ પર લખ્યા કરે છે ....
એ લીટા પાડે છે આડા અવળા અને
પછી સ્યાહી જાણે  ખૂટી જાય છે ...
સ્યાહી પૂરીને ચલાવતા કલમ ,
પેલો કલમમાં બેઠેલો વિચાર પણ
ઘર છોડી બહાર કશે સંતાઈ જાય છે ....
કાગળ પર હવાના ઝોંકા સાથે ટેબલ પરથી ઉડી જાય છે ....
બારીની બહાર વરસાદ ધીરે ધીરે
સાવ ચળાઈ ચળાઈ ને પડી રહ્યો છે ....
મારા બેઉ હાથ બહાર કાઢીને હું રાત્રીના અંધકારમાં બેસી રહું છું ....
અને એ ઝરમર ઝરમર મારી  હથેળીમાં
એક ગઝલ લખે છે ...
એક   પ્રણયનો હકાર લખે છે ...
એક વાયદો લખે છે ...
એક એકરાર લખે છે .......
એક સ્પંદન હૃદય ને નામ લખે છે .....
એક અંધારાનો ઉજાસ લખે છે ....
હું અને એ વાછટ
આ મગરૂર એકાંતને ભીંજવી નાખીએ છીએ .....
અને પવન અને વીજળીથી છુપાઈને
એક કાવ્ય જીવી લઈએ છીએ .........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ