Friday, June 8, 2012

એક અલ્લડ ષોડશી...

એક અલ્લડ ષોડશી
ધૂળની ચુન્દડી લહેરાવતી
આમતેમ કુદકા મારતી આવી રહી છે ....
વાદળોના બેલગામ બનેલા રથ પર સવાર થઈને ...
એના  અનર્ગળ  હાસ્ય ખીલખીલાટ
સુસવાટા  કરતો ઉનાળાની બપોરની ખામોશીને
એકઝાટકે ચીરી નાખીને
મારા કાનમાં અમૃત ઘોળી રહયો છે .....
રોમરોમ તરસી રહ્યું છે એ પહેલા સ્પર્શને એના
અને ક્યાંક દૂર એના આગમનની ચાડી ખાતી
એ ભીની ભીની ખુશ્બૂ
શ્વાસોછ્શ્વાસને તરબતર કરી રહી છે ત્યારે ....
બસ  એકીટશે આકાશને તાકતી
એની પ્રેમની ધારે ભીંજાવાની રાહ જોતી હું ....
એ વર્ષારાણી જરા જમીન પર આવ
તું અને હું હાથમાં હાથ લઈને થોડું ઝૂમી લઈએ ....
અને ..અને ...
એ ખરેખર આવી અને મને ભીંજવી ગયી .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ