Thursday, June 7, 2012

કોઈ છાના ખૂણા

એક કોરા કાગળ જેવી છોકરી છે ,
કોઈ એહસાસની રેખા વગરની ,
નામ પણ અનામિકા છે ,
કોઈ પણ નામ વગરની ....
કલમ કોશિશ કરે છે કે
ચલ કશું તો લખું એ કોરા કાગળ પર ,
એ કાગળને અડતા જ સ્યાહી સુકાઈ જાય છે ....
આ પથ્થરની બૂત બનેલી કાવ્યા !!!
એક  વહેતું ઝરણું હતું ....
રૂંવે રૂંવે એને જિંદગી છલકાતી હતી ,
પણ બસ કોઈએ એને આપેલો  વાયદો તોડી નાખ્યો ,
અને એ કાવ્યા કોરો ધાકોર કાગળ બની ગયી ,
એ ઝાડની ડાળીએ અટકેલી છે એક કપાયેલી પતંગશી ,
બસ જયારે આવશે વરસાદ
એ પલળીને તૂટી જશે ,વહી જશે ક્યાંક વહેતા પાણીમાં .....
બસ એ વાયદો જ રહી જશે કોઈને યાદ બની ....
કોઈ છાના ખૂણામાં દિલના ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ