Monday, June 11, 2012

તારા ચેહરાને સાંભળ્યો

ચલ આજે તારા ચેહરાને સાંભળ્યો
બહુ ધ્યાનથી ....
એક મીઠી પીડા સંભળાય છે ...
મેં તારા સ્પર્શને સૂંઘ્યો ...
એમાં હલકી ધ્રુજારીની ખુશ્બુ છે ...
તારી ભીની ભીની ખુશ્બૂ દેખાતી હતી ,
જાણે સવારે  ગુલાબની પાંદડી પર અટકેલું
એક તાઝા ઝાકળનું ટીપું ....
બસ સપનાની જેમ સરકતી સરકતી ,
વાદળની ધારે ચાલતી ચાલતી તારા બોલને
ફોરાં સાથે ઘોળી ઘોળીને
મારી હથેળીમાં તું રચાતી રહી મહેંદી બની બની ...
બસ સૂરજ ને થોભાવી દીધો છે આજે
ક્ષિતિજે વાદળોની આડશે ....
આ સપનાને મનના કેમેરામાં કેદ કરવાને !!!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ