Saturday, June 2, 2012

કોરા પાના એ ડાયરીના પાનામાં

કોરા પાના એ ડાયરીના પાનામાં 
એક નામ લખેલું છે 
એક સુકાયેલા લાલ ગુલાબની પાંદડી પર 
એ સુગંધ સાચવીને બેસી રહે છે બે પાન વચ્ચે ..
કેમકે એ પોતાને એ ડાયરીના એહસાસનો દરવાન સમજે છે ......
ધીરે ધીરે તૂટતા દોરાથી થોડી વિખેરાતી 
એ ડાયરીનું ફૂલ ડરે છે 
હવાના ઝોકાથી ક્યારેક ...
પણ એ જાણે છે કે ..
કે ....
હું દોડીને એ ફૂલ પાછું લઇ લઉં છું ,
એને હળવી ફૂંક મારીને 
એને લાગેલી ધૂળ હટાવી દઉં છું ...
અને પછી પાછું મૂકી દઉં છું ...
એ કવિતાઓ વચ્ચે જે હમણાં જ 
હજી હમણાં જ પેલા નામને યાદ કરીને 
પેલા નામને યાદ કરીને એને નામ કરી દીધી છે .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ