Thursday, May 17, 2012

આજ સુંદર છે ..

તસ્વીરોનું આલ્બમ એક ગજબની ડાયરી છે !!!
ત્યાં સમય અદબ વાળીને સ્થિર થઇને બેઠેલો છે ,
એજ રંગ એજ રૂપ કશું પણ બદલ્યા વગરનો ....
બસ સ્થિર એક સાધુ શો જેને કશું અડકતું નથી 
બસ યાદ કરાવતો  રહે છે જો આ હતી ખુશીની ક્ષણ !!!!
થંભી ગયેલો સમય આંખના અશ્રુબિંદુ થંભાવી શકતો નથી ,
એ પેલી સંતાયેલી સ્મિતની રેખા રોકી નથી રાખતો .....
મારા દિલને એ કહે છે આલ્બમ કે ...
વીતેલા સમય પર રડ  નહિ ,
બસ એક જ વાત છે કે જયારે એ સમય હતો વર્તમાન તારો 
ત્યારે પણ ભૂતકાળની ભૂતાવળમાં હતી તેથી પારખ્યો નહીં ,
આજે અનમોલ ક્ષણ છે જે એમાં તને કિંમત અંકાય છે ...
ચલ આજથી આજ માં જીવવાનું શરુ કર ....
આ તસ્વીર તો સુંદર છે એનાથી બેહતર તો તું આજે છે .....
કરચલીમાં કરમાઈ નથી એ અનુભવોના સુંદર ચિત્રો છે !!!
કાલની તસ્વીરોમાંથી નીરુપાયેલી આજ સુંદર છે ..
ખુબ સુંદર ...!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ