Saturday, May 12, 2012

બસ હું ભૂલી ગયી હતી ક્ષણભર માટે !!!

ખરી પડેલા પાંદડાને હાથમાં લઇ જોયું ,
સુકું હતું ...
બિલકુલ એવું જ મારી ડાયરીમાં મુકેલા 
પીપળાના પાન જેવું ....
મારી ડાયરીની મૌસમ બદલાતી રહે શબ્દોમાં ,
પણ આ પાન તો મૌસમનો અનુભવ હતું .....
હજી મૌસમની નિશાનીઓ બાકી હતી એના પોત પર ....
યાદો ડાળીની બાકી હતી ,
અને પક્ષીનો કલરવ પણ ઘૂંટાયેલો હતો ....
એક વિરહ એક જીવનનો અંત હોય એની તડપ હતી ....
શું કરું ??
એને હાથમાં લઇ લઉં કે એમ જ છોડી દઉં ??
કશ્મકશ હતી મને ...!!!
ત્યાંતો 
હવાની લહેરખી એને મારા હાથથી છીનવી ગયી ...
એ માટી પર પડ્યું ..
થોડી વારે એક કબુતર આવીને 
ચાંચમાં ઝાલી એને લઇ ગયું ...
એના માળાના સર્જન માટે ...
એક નવસર્જન માટે એક પાનનો ઉપયોગ !!!
કુદરતનો જ નિયમ છે ને આ !!!
બસ હું ભૂલી ગયી હતી ક્ષણભર માટે !!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ