Saturday, May 5, 2012

એકમેકની આંખોંમાં ...

એકમેકની આંખોંમાં 
અમે  ચાંદો શોધતા રાત ભર જાગતા રહ્યા ,
ચાંદો નભમાં નાચતો નાચતો 
મૂછમાં હસતો રહ્યો ..!!
ક્યારેક નદીના વહેણમાં 
ક્યારેક તળાવની પાળે બેસી 
અમને એ ખીજવતો રહ્યો 
અને મૂછોમાં હસતો રહ્યો ....
આંખોના  અતલ  ઊંડાણનો 
દરિયો ઉલેચતા રહ્યા ...ઉલેચતા રહ્યા ...
અને ચાંદો તો સાગરના મોજા પર 
ઉછળતો રહ્યો ...ઉછળતો રહ્યો ....
તારા હાથમાં શીતળતા રમતી હતી 
ભીના ભીના સ્પર્શની ,
અને કપાળને અમારા 
પ્રસ્વેદના બિંદુ બની ચાંદ ભીંજવતો રહ્યો ......
તારા નજરના અમીમાં 
એક ઠંડી ઠંડી આગના તાપણા માં 
ચાંદનીને સોનેરી બનેલી દીઠી  અમે 
અને ચાંદો પણ મંદ મંદ સળગતો રહ્યો .....
આખી રાતભર ..........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ