Wednesday, May 2, 2012

પડછાયા બની ચાલીયે

ચાલ એકબીજાના પડછાયા બની ચાલીયે ,
એકલા તો બહુ ચાલ્યા હવે હાથ ઝાલીને ચાલીયે ...
કહે છે દુનિયા સાથ છોડી દે છે 
પણ પડછાયો સાથ છોડતો નથી ...
અંધારામાં પણ સાથે જ હોય છે 
પણ પ્રકાશના શેડા વગર દેખાતો નથી ....
એને કોઈ રંગ રૂપ નથી હોતા ,
બસ એનો વર્ણ તો શ્યામ જ છે ...
એને કોઈ રૂપ ભલે નથી 
એનો તો આકાર જ છે 
આપણાં જેવો જ આકાર ...
ક્યારેક લાંબો ક્યારેક ટૂંકો પણ આપણા જેવો જ ...
આપણા જ અસ્તિત્વનો અંશ ......
એકમેક થી જુદા તોય એકમેકમાં સંતાયેલા ,
જયારે એકલતા સતાવે છે ત્યારે પ્રકાશમાં જાઉં છું 
તને બોલાવું છું અને મનોમન તારી સાથે વાત કરી લઉં છું ...
એવી તું વ્યક્તિ છે જેને મારો પડછાયો પણ પ્યારો છે ...

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ