Monday, April 30, 2012

બહુ બદમાશ છે આ ઉનાળો ....

બહુ બદમાશ છે આ ઉનાળો ,
ગરમાળાના ઝાડ પર હીંચકા ખાતો ઉનાળો ,
ગુલમહોર થઇ તડકા જોડે લડતો ઉનાળો ,
આંબા પર કેરીની લૂમ બની ઝૂલતો ઉનાળો .....
સૂરજને બેશરમ બનાવતો ઉનાળો ,
રાતને કાપી નાની બનાવતો ઉનાળો ,
દિવસને ખેંચી ખેંચી લાંબો કરતો ઉનાળો ,
વૈશાખી વાયરા સાથે પકડદાવ રમતો ઉનાળો ....
કેરી ને રસ રોટલીથી પેટ ભરતો ઉનાળો ,
આખો દહાડો ઓરડામાં ભરાઈને રાતે ફરવા જવા દેતો ઉનાળો 
મસ્ત મજાના બરફના ગોળાને ચુંબન કરાવતો ઉનાળો ,
આઈસક્રીમના કપ માંહે ફ્રીઝમાં થીજી જાતો ઉનાળો ......
ઠંડા પાણીના નદી નાળા સાથે પ્રેમ કરાવતો ઉનાળો ,
બાથરૂમમાં પણ ફુવારો બની ડોલાવતો ઉનાળો ,
કોયલની હુક થી ઉઠાડતો ઉનાળો ,
છતાય સવારે મોડે સુધી પથારીમાં ગોંધી રાખતો ઉનાળો ....
બહુ બદમાશ છે આ ઉનાળો ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ