Saturday, April 28, 2012

ક્યારેક ક્યારેક

હું મળું છું મને જ ક્યારેક ક્યારેક 
નવી જ હું લાગુ છું મને જ ક્યારેક ક્યારેક ..
હું નથી બહુ બોલતી 
પણ ઘણી બોલકી લાગુ છું મને ક્યારેક ક્યારેક ...
હું ઘણા સપના જોઈ નાખું છું એક દિવસમાં ,
પણ એ સપના એક સત્ય લાગે છે મને ક્યારેક ક્યારેક ...
હું રમતિયાળ છું ઘણી અને મસ્તીખોર પણ ,
તોય દરિયા જેવી ઊંડી લાગુ છું મને ક્યારેક ક્યારેક ...
મને તારી યાદ તો આવે છે અહર્નિશ  
તને કદાચ ભૂલી જાઉં છું કહેવાનું એવું મને લાગે છે ક્યારેક ક્યારેક ...
પડછાયા પાછળ દોડવાની આદત તો નથી મને 
તોય લાગે છે અંધકારમાં પણ એ શોધું છું એવું મને લાગે છે ક્યારેક ક્યારેક....
હું અને તું ક્યારેય મળ્યા નથી અને મળવાના પણ નથી જ ,
તોય  ઓળખાણ તો છે જનમ જનમની એવું મને લાગે છે ક્યારેક ક્યારેક ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ