Monday, April 23, 2012

હવે હું પણ શું કરું???

મારો વાંક ફક્ત એટલો જ હતો કે 
તું જતો રહ્યો અને મેં આંસુ ના સાર્યા...
મારો વાંક ફક્ત એટલો જ હતો કે 
તેં જવાનું કહ્યું અને મેં દુઃખી થવાનો ડોળ ના કર્યો ....
મારો વાંક ફક્ત એટલો જ હતો કે 
તને રોકવાનો મેં કોઈ જ પ્રયત્ન જ ના કર્યો .....
હા બધો વાંક ફક્ત મારો જ છે કે 
મેં તારી પાસે કોઈ અપેક્ષા ના કરી .....
બધો વાંક ફક્ત મારો કેમ કે 
હું જાણું છું કે પ્રેમ કરવો એ સૌથી મોટો ગુનો છે ....
મારો ફક્ત એટલો જ વાંક છે 
કે મેં તને પૂછ્યું નહીં પ્રેમ કરતા પહેલા 
કે તું મને પ્રેમ કરે છે ????

મારો વાંક ફક્ત એટલો જ કે 
મારો પ્રેમ મેં જાતે જ કોઈને દઈ દીધો ...
મારો વાંક ફક્ત એટલો જ કે 
મેં મારા પ્રેમને એનો પ્રેમ આપી દીધો ....

આ દિલ પર કોઈનો કાબુ તો હોતો નથી ,
કોઈ શરત વગર ચાહવું એ એની તાસીર છે ,

હા બધો જ વાંક તો મારો જ છે ,
કે મેં તને દિલ ફાડીને પ્રેમ કર્યો છે ........
ક્યારેક તો સમજાશે જ  કે આ શું છે ???? ....
પ્રેમ ભરી દીવાનગી ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ