Sunday, April 22, 2012

યાહુ .......

ચાલો પરીક્ષા પૂરી થઇ એનો જશ્ન મનાવીએ,
ગઈસાલની નોટોમાંથી કોરા કાગળ ફાડીએ ....
કેટલી ચોકડી કેટલા ખરા એના લાલ લાલ લીટા 
ચાલોને કિલોના ભાવે પસ્તીમાં વેચી આવીએ ......
હુમાયુનો પુત્ર અકબર અને એસ ટૂ એસ ઓ ફોર 
બાર પંચા સાઠ થી એલ એમ એન ઓ પી કયું 
સુધી હાથીને દોડાવીએ ....
હાથીનો નિબંધ લખ્યોને અલંકાર અને છંદ 
પ્રકાર એના ગોખવા પડતા આંખો રાખી બંધ ....
સંસ્કૃતના શ્લોકો પણ થોડા યાદ રાખી આવીએ ,
પહેલા આ પસ્તીને પેલા કાકાને દેતા આવીએ ....
કેટલો મોટો બોજો લઈને ફરતા હતા જ્ઞાનનો દફતરમાં ???
ખભા દુખ્યા ને આંખો દુખી આ લઈને ફરતા આખા વર્ષમાં ....
મમ્મીએ માથું બહુ દુખાડ્યું , લેસન કરાવી કરાવીને ,
ચાલો એને પણ થોડું સતાવીએ શેરીઓમાં સંતાઈને ....
હે હો હલ્લા શરુ કરીએ શ્રવણ,પવન અને ચિન્ટુ સાથે ...
વેકેશનમાં ધમાલ મચાવીએ કાચી પાકી કેરીઓ સાથે ......

યાહુ .......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ