આજે વાદળ અતિથી બનીને આવ્યા છે ,
લાગે છે જાણે ઝોળીમાં છુપાવીને કદાચ
થોડીક વરસાદની બુંદો તો નથી લાવ્યા ને ???
થોડીક છલકાઈ ગયી હતી ને !!!
પણ ઝોળી સાચવી લીધી સમયસર .....હં !!
વાદળ બહુ ચાલાક થઇ ગયું છે ..
હવા પણ ગાંડીતુર થવા આતુર બેઠી છે ,
પણ વાદળે એને નાં પાડી છે ...
વાદળોને ખભે બેસાડીને ફરતો પવન ચોક્કસ છે
પણ પેલી દિલને ભીનું ભીનું કરી જતી ઠંડક નથી ને !!!
એનો અભાવો સાલે છે જયારે
થોડો થોડો પરસેવો ચેહરા પર સરકતો ચાલે છે ....
આજે રૂંવે રૂંવે રોમાંસ નથી ફૂટતો
કદાચ માહોલ કૈક જુદું કહી રહ્યો છે ...
કાળઝાળ થઈને ત્રાટકતા સૂરજની આડે
અડીખમ ઉભા થઇ ગયા છે વાદળો જીદ્દી બનીને ,
ધરતીને રૂંવે રૂંવે આગથી શેકતા જોઈ ના શક્યા વાદળો ...
સૂરજને હરાવવા જતા જુઓને
વાદળ થોડા થોડા દાઝી ગયા છે ..નહીં !!!!
No comments:
Post a Comment