Sunday, April 15, 2012

ગોદડીમાં લપેટીને જિંદગીને

આજે ગોદડીમાં લપેટીને જિંદગીને
ઘોડિયામાં સુવાડી છે ...
થોડા યાદ થોડા ભૂલાયેલા હાલરડાં ગાતા ગાતા ....
જિંદગી આંખો ફાડીને ઝૂલતી રહે છે ...
કહે છે ...હાલ્યા કરતી ..
મને ઊંઘ નથી આવતી અને તું ઝુલાવ્યા કરે ઝોળીમાં ,
બહાર તો કાઢ મને બે ઘડી
મારે પણ રમવું છે ટોળીમાં ...
જિંદગીને બહાર કાઢી ખભે નાખી ,
કહ્યું થોડી મોટી થઇ જા ,
તને પા પા પગલી ચાલતા શીખવાડીશ ,
તું બે કદમ ચાલી પડી જશે 
અને જાતે ઉભા થતા પણ શીખી જશે ...
ત્યાં સુધી મારા ખભે તારી દાઢી ટેકવી ,
ટગર ટગર જોયા કરને ...
પેલા શેરીમાં ગેલ કરતા ગલુડિયા ,
દોડાદોડ કરતી ખિસકોલી ,
ચણ ચણતું કબુતર ....
અને પી પી હોર્ન વગાડતું સ્કુટર .....
થાબડતા થાબડતા એક ઠંડી હવાના જોકાથી
મારે ખભે માથું ઢાળીને 
જિંદગી સુઈ ગયી ..એમ જ ...
એના હોઠ પર મંદ સ્મિત રમતું હતું ...

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ