Tuesday, April 10, 2012

એ તને નથી કહેવું .....

હું તને યાદ કરું ને તું આવી જાય છે ,
પણ તને યાદ કરું  છું એ તને નથી કહેવું .....
મારા ઓશીકે રોજ રાત્રે સપના મૂકી જાય છે ,
એ સપનામાં તને મળું છું રોજ પણ તને એ નથી કહેવું .....
તને જોવા માટે આંખ રોજ તરસી જાય છે ,
તને જોતા જ આવે છે એક આંસુ પણ મારે તને એ નથી કહેવું ....
તારી સંગે જીવન આખું વિતાવવાનો કોલ આપ્યો છે ,
તું મને એ પૂછે ત્યારે તો મારે તને એ નથી કહેવું ....
તારું આપેલું પહેલું ગુલાબ હજી મારી ડાયરીમાં છે ,
તું કોઈ નિશાની માટે પૂછે છે તો મારે એ ગુલાબનું નામ નહીં કહેવું .....
મારો ગુલાબી રૂમાલ તું ચુપકેથી લઈને જતો રહ્યો છે
મને એ ખબર છે તો પણ એ રૂમાલ જોતા તારી પાસ
એ રૂમાલ મારો છે એ મારે તને નથી કહેવું .......
મારી આંખો વાંચીને તું મારું મન કળી લે છે ,
તોય મારી પાસે પ્રેમનો એકરાર માંગે છે  ત્યારે
મારે મારા હોઠથી હું તને જ પ્રેમ કરું છું એ તને નથી જ કહેવું ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ