Monday, April 9, 2012

સમયના સથવારે.......

સમયના સથવારે આટાપાટા રમતી હું ,
ક્યારેક આભ ને ક્યારેક જમીનના ધબકાર માપતી હું ,
ક્યારેક કોયલને એનો અવાજ કાઢી ચીડવતી હું ,
ક્યારેક રિસાઈને એક ઓરડામાં બંદ થઇ જતી હું ......
ક્યારેક કોઈ રંગીલું ગમતું ગીત ગાઈને ખુશ થતી હું ,
ક્યારેક કોઈને માથે ટપલું મારી સંતાઈ જતી હું ,
ક્યારેક જિંદગીને જફા સમજતી હું ,
ક્યારેક સમસ્યાને પાંચીકાની જેમ રમી નાખતી હું ......
ક્યારેક આંબાડાળે એક દોરડા પર હીંચી જતી હું ,
ક્યારેક નદીને કાંઠે બેસી આંસુ વહાવતી હું ,
ક્યારેક કોઈને અનરાધાર પ્રેમવર્ષામાં નવડાવતી હું ,
ક્યારેક બધાથી દૂર એકાંતની આડશે સંતાતી હું .........
કોઈ મને મળે અને મને સમજી જાય તો મજા શેની આવે ,
એટલે જ દરેક મુલાકાતે નવા રંગમાં સમજાતી હું .......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ