Thursday, April 5, 2012

એક લાંબી પ્રતીક્ષા ...

એક એક રેખાઓ સ્પષ્ટ દેખાય શહેરની
એટલો પ્રકાશ વેરાયેલો છે આકાશમાંથી ....
કદાચ કોઈ ખૂણો ભાગ્યે જ પ્રકાશ વગર અધુરો ,
તેજ તેજ તપે છે સૂરજ ખુશ થતો બહુ
આવી ગયી એ વેળા જેની પ્રતીક્ષા હતી તેને
પુરા એક વરસથી ...............
ધરતી એકલી બેઠી હશે એકાંતમાં ,
જીવ જંતુ મનુષ્ય છુપાયા હશે ક્યાંક છાંયામાં ,
અને સૂરજ અને ધરતી ધીરે ધીરે
પ્રણયગોષ્ઠી કરશે એક બીજાના કાનમાં .........
ચોમેર એકાંત ...ચોમેર  નિ: શબ્દતા  .....
ચોમેર મૌનરાગમ .........બસ પ્રણયની સિતાર પર .......
એક બીજાને અડ્યા વગર ,એક બીજાને પામવાની અભિલાષ વગર ,
એક આગમાં સદીઓથી શેકાઈને ,
એક તાપથી તપીને ...પ્રણયને પામતી આ વ્યથા ...
ક્યારેક ભરી બપોરે ખુલા પગલે પાંચ કદમ ધરતી માથે ચાલી જોજો ....
પ્રણય આવો  જ હોય ...
મૌન ....ફરિયાદ વગરનો ...શુદ્ધ સોના જેવો તપેલો........
ક્ષિતિજે રાહ જોતો ...પામીને પણ ના પામી શકતો .......
એક લાંબી પ્રતીક્ષા કરતો ...યુગો સુધી ...યુગોની ...

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ