Wednesday, April 4, 2012

રાહ નહીં જોવી પડે ....!!!

એક વાયદો કરીને જજો આજે
કાલે મને રાહ નહીં જોવી પડે ,
સાંજે તમને યાદ કરતા હું
ખોવાઈ જાઉં છું યાદોના મેળામાં
અને તમારા આવ્યાની સુધ પણ રહેતી નથી ...
બંદ રાખીને નયનોને જોયા કરું છું તમને ,
તમે કલ્પનામાં તો અતિસુંદર લાગ્યા છો ,
આંખ ખોલુંને તમને સામે ભાળું ત્યારે ,
દિલ ધબકારો ચુકી જાય છે ....
કોઈ આવીને કશું કહેતું નથી ,
પણ હવા મારા કાનમાં તમારો સંદેશો મૂકી જાય છે ...
રાતના આછા અંધકારમાં તમારો ચેહરો પૂર્ણ ચંદ્ર શો ,
બસ એક છાયલની આડશ કરી દેજો ,
રાત તમારે ગળે કાજળનો ટીકો કરવાનું ભૂલી જાય છે રોજ ,
અને ચાંદની નઝર લાગી જાય છે .....
બસ કાલે એક વાયદો કરીને જજો ,
કે ચાંદને અજવાળે છાયલની આડશે
મને તમારી રાહ નહીં જોવી પડે ....!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ