Monday, April 2, 2012

અભિસારિકા ...

આંબાડાળે ટહુકતી કોયલ
અને  લીમડાની ડાળે બાંધેલ હિંચકો ,
એક સુંદર ચાંદની રાતનો ઉજાસ ઓઢી
તારલાની ભાત પાડતી એક રાત ,
દૂર સુદૂર ગગનમાં એક ચેહરો દેખાય  છે ,
બહુ બધી પ્રણયપંક્તિ એની આંખોમાં વંચાય છે ,
શરમના શેરડા મારા ચેહરાને ચૂમીને જતા રહે છે ,
અને મારી આંખોમાં કૌતુક ભરતા રહે છે ......
એક કોરા કાગળના ખોબલામાં ભરી એ લાગણી બની
મારી આંખોમાં કાજળ બની અંજાતા રહે છે ....
એને સપના બનાવી મારી પલકો પર એના તોરણ બાંધી
હું ક્યાંક ખોવાઈ જાઉં છું ,
બસ તકિયા પર માથું ટેકવી
પરદેસી પીયુને મળી આવું છું ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ